Sunday, 7 July 2019

દિવાસ્વપ્ન

                                                                 
                           
પુસ્તકનું નામ  -  દિવાસ્વપ્ન 
     
  લેખકનું નામ  -  ગિરિજાશંકર ભગવાનજી બધેકા 
       
પ્રકાશનનું નામ - સંસ્કાર સાહિત્ય મંદિર 

      આવૃત્તિ  -    2008


કિંમત          - 40/-                                                                                                                                                                                   શીર્ષક
                આ પુસ્તકનું શીર્ષક દિવાસ્વપ્ન સાર્થક છે. કારણકે જે કલ્પના સ્વરૂપે વર્ણવે છે. જેમાં  ગિજુભાઈએ પ્રયોગોને એક કાલ્પનિક પાત્ર શિક્ષક લક્ષ્મીરામ ના માધ્યમથી પુસ્તકના અંતર્ગત ચાર ખંડમાં વિભાજિત કરી પ્રસ્તુત કર્યા છે. એક વર્ષના અંતર્ગત ચોથા  વર્ગના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલ  શેક્ષણિક પ્રયોગોને વાર્તાના માધ્યમથી સમજાવે છે.
                     પારંપરિક શિક્ષણની રૂઢિવાદી પ્રક્રિયાને તોડીને ગિજુભાઈએ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને મૌલિક રૂપ પ્રદાન કરવાનો સફળ પ્રયાસ કર્યા છે. વિષયોમાં પુસ્તકીય જ્ઞાન ને સ્થાને પરિવેશીય  જ્ઞાન મેળવી  બાળકોમાં સ્થાઈ અને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવું. જેથી બાળકોના સર્વાંગી  વિકાસની સાથે કરી છે. 

  •   પ્રસ્તાવના

             "દિવાસ્વપ્ન" પ્રાથમિક શિક્ષક માટે શૈક્ષણિક પ્રયોગોના એક નાનકડું સંદેશ છે. જેમાં ગિજુભાઈએ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને પાયાનું સ્વરૂપ આપવાના પ્રયાસ કરે છે. શિક્ષણમાં બાળકેન્દ્રીય શિક્ષણને મહત્વ આપવામાં આવે છે.જેના અંતર્ગત બાળકોને રુચિ, ક્ષમતા અને આવશ્યકતા અનુસાર શિક્ષણ પ્રક્રિયાના સ્વરૂપ નિર્ધારિત કરવામાં આવે છે. આ પુસ્તકમાં પ્રાથમિક શાળાના બાળકોને એક પ્રયોગ દ્વારા શિક્ષણ આપવાની વાત છે. 
              આ પુસ્તકમાં જે માર્ગદર્શન છે જે પૂર્વગામી વિચારો છે તે આજે પણ અત્યંત ઉપયોગી અને ઉપકારક છે.  પારંપારિક શિક્ષણની  રૂઢીવાદી પ્રક્રિયાને તોડીને ગિજુભાઈ એ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને મૌલિક રૂપ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યા છે.

  •   હેતુ

             આ પુસ્તક અંતર્ગત ગિજુભાઈના શૈક્ષણિક પ્રયોગના ઉદ્દેશ પ્રાથમિક શિક્ષણની રૂઢિવાદી પ્રક્રિયા, બાળકોમાં જોવા મળતી શિક્ષણ પ્રત્યે નિરસતા, શાળાઓ દ્વારા આપવામાં આવતો બોજો અને શિક્ષકો દ્વારા આપવામાં આવતી ખૂટી શિક્ષણ પદ્ધતિ આ બધી ત્રુટિઓ દૂર કરી શકશે અને આનંદમય અને સર્જનાત્મક રૂપ પ્રદાન કરવું. 
             બાળ મનોવિજ્ઞાન સમજવાનું સફળ પ્રયાસ કર્યા છે. જેથી બાળકોના મનની ઇચ્છાઓ ને  સમજી તેના અનુસાર શિક્ષકને વર્ગ શિક્ષણ માટે શિક્ષણ નીતિ તૈયાર કરવી જોઈએ. જેથી શિક્ષણ સર્વસ્વીકૃત અને રસીદ બનાવી શકાય. બાળકોને વિષય પ્રત્યે રૂચિ વિકસિત કરવા માટે જુદી જુદી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો વિષયના સંદર્ભમાં  સમજ વિકસિત કરી શકે.વિષયમાં પુસ્તકીય  જ્ઞાન ને સ્થાને પરિવેશીય જ્ઞાન જોડી બાળકોમાં સ્થાયી અને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવું. 

  •   પુસ્તકનું  વિષયવસ્તુ 

         "દિવાસ્વપ્ન" આ પુસ્તકમાં પ્રાથમિક શાળાના બાળકોને એક પ્રયોગો દ્વારા શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. જેમાં શિક્ષકો બાળકોને વાર્તા દ્વારા, ચિત્ર બનાવી નાટક કરી ઇત્યાદિ રચનાત્મક ક્રિયાઓ કરી તેમના વિચારોને વિકસિત કરે છે. શિક્ષકનો  પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓના પૂર્ણ વિકાસ કરવાનો છે એના માટે ગિજુભાઈએ પ્રયાસ કરે છે. વર્ગ શિક્ષણ માટે શિક્ષણ નીતિ તૈયાર કરવી જોઈએ કારણ કે  વર્ગ શિક્ષણને સહજ અને રુચિસર બનાવી શકાય. રમતોના મેદાનમાં શૈક્ષણિક રમતો દ્વારા બાળકોમાં સ્વાધ્યાય, આત્મીય  અનુશાસન કરીને શીખવાનું સિદ્ધાંત,  સ્વચ્છતા ના ગુણો ને  વિકસીત કરવાનો સફળ પ્રયાસ કર્યા છે. 

  •  ક્રમિકતાની જાળવણી

       આ પુસ્તકમાં લેખક ગિજુભાઈ બધેકાએ ક્રમકતાની સરળ રીતે જાળવણી કરી છે. જેમાં ચાર ખંડમાં તેમના વાર્તાની ક્રમિકતા જળવાય છે. જે નીચે મુજબ છે.

 પ્રથમ ખંડ-    પ્રયોગની શરૂઆત 
                         આ ખંડમાં બાલમનોવિજ્ઞાનને સમજવાનો સફળ પ્રયાસ કર્યા છે. બાળકની ઇચ્છાઓ અનુસાર શિક્ષણ નીતિ  તૈયાર કરી શિક્ષણને રસિક બનાવી શકાય. વર્ગની સ્વચ્છતાની તપાસ જાળવવી. 

 દ્વિતીય ખંડ -  પ્રયોગની પ્રગતિ
                         બાળકોને વિષય પ્રત્યે રૂચિ વિકસિત કરવા માટે રમત પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રત્યેક વિષય માટે વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો પ્રયોગ કરી વિષયના સંદર્ભમાં સમજ વિકસિત કરવામાં આવે છે. રમતના મેદાનમાં શૈક્ષણિક રમતો દ્વારા બાળકોમાં સ્વાધ્યાય, સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા ઇત્યાદિ ગુનોને  વિકસિત કરવાનો પ્રયાસ કર્યું છે.

 તૃતીય ખંડ -  છ માસને અંત
                       શિક્ષકો દ્વારા કરવામાં આવેલ પ્રયોગનો સકારાત્મક વલણ જોવા મળે છે. જેમાં બાળકોને વિષય પ્રત્યે રૂચિ અને સમજ વિકસિત થઈ ગઈ છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસન્નતાપૂર્વક ભાવ ઉત્પન્ન થાય છે.

ચતુર્થ ખંડ  -    છેલ્લો મેળાવડો
                       અંતે શિક્ષકની પ્રયોગ યાત્રા સાર્થક સ્થળે પહોંચી ગઇ. બાળકના સર્વાંગી વિકાસ પ્રક્રિયામાં ગતીશીલતા જોવા મળી રહી હતી અન્ય  શિક્ષકો અને બાળકોના માતા-પિતા આ પ્રયોગથી પ્રભાવિત અને જાગૃત જોવા મળી રહ્યા હતા. 
              આ રીતે ચાર ખંડમાં વાર્તાની ક્રમિકતા  જળવાય છે.
             

  •  સાંપ્રત સમય સાથે અનુબંધ

             દિવાસ્વપ્ન પુસ્તક સાંપ્રત સમય સાથે અનુબંધ છે. કારણ કે આજે પ્રાથમિક શાળાઓમાં કેટલીક ત્રુટીઓ  જોવા મળે છે. આજે પણ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની પદ્ધતિ બાળકોને નુકસાન કરનારી છે. શિક્ષણનું માપ  પરીક્ષાઓ, ઇનામો અને હરીફાઇથી કાઢવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ગંદકી, ઘોંઘાટ, અવ્યવસ્થા જોવા મળે છે. 
            આ પુસ્તકમાં જે માર્ગદર્શન છે. જે પુરોગામી વિચારો છે, જે કલ્પક અને સર્જનાત્મક અભિવ્યક્તિ છે તે આજે અત્યંત ઉપયોગી અને ઉપકારક છે.

  •  પુસ્તકની વિશેષતા

           દિવાસ્વપ્ન એક એવી પુસ્તક છે, જેને થોડી વાંચીયે કરીએ તો આપના ને એમ થાય છે. કે આખી પુસ્તક એક જ બેઠકમાં બેસીને વાંચી લેવી. પુસ્તક વાંચવામાં આળસ નથી આવતો રસ પડતો જાય છે.ગિજુભાઈ આ પુસ્તક પ્રાથમિક શિક્ષણમાં નવા આવિષ્કારો અને મૌલિક પ્રયોગોનાં કારણે  કેળવણીકાર, નિષ્ઠાવાન શિક્ષકો માટે પ્રેરણાસ્રોત નું રૂપે કાર્ય કરે છે. 

  •  લેખકના દ્રષ્ટિકોણ 

         મારી દ્રષ્ટિએ લેખકનો દૃષ્ટિકોણ પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી વિકાસ થવો જોઇએ. બાળકોના સર્જનાત્મક ગુણોનો વિકાસ થાય. આ વાર્તા શાળાએ જતાં બાળકોના વર્ગને સંબંધિત છે. જેથી શિક્ષણ પદ્ધતિમાં પ્રયોગો નો ઉપયોગ કરીને બાળકોને વિષયના સંદર્ભમાં સમજ વિકસિત કરી શકે, વિષયોમાં પુસ્તકીય જ્ઞાન ને સ્થાને વાતાવરણીય જ્ઞાન જોડી બાળકોમાં વાસ્તવિક જ્ઞાન સર્જાવવું. 

         
                  

No comments:

Post a Comment

દિવાસ્વપ્ન

                                                                                              પુસ્તકનું નામ   -  દિવાસ્વપ્...